Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ન્યુયોર્કમાં સયુક્ત રાષ્ટ્ર મહાસભાના કાર્યક્રમ દરમિયાન ઈજિપ્તના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ન્યુયોર્કમાં સયુક્ત રાષ્ટ્ર મહાસભાના કાર્યક્રમ દરમિયાન વિવિધ દેશોના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી હતી.

    વિદેશ મંત્રી  ડૉ.એસ.જયશંકરે ન્યુયોર્કમાં સયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે અમેરીકાની મુલાકાત પર છે. જ્યાં તેમણે ઈજિપ્તના વિદેશ મંત્રી સમેહ શૌકરી સાથે મુલાકાત કરી હતી.  ડૉ. જયશંકરે G20 ના ભારતીય પ્રેસિડન્સી માટે તેમના સમકક્ષ શૌકરીના ઉષ્માભર્યા શબ્દોની પ્રશંસા કરી. બંનેએ દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મોટી પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે, 2023 ભારત-ઈજિપ્ત સંબંધોમાં સીમાચિહ્નરૂપ વર્ષ રહ્યું છે અને બંને દેશો તેને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.

    ડૉ. જયશંકર યુગાન્ડાના વિદેશ મંત્રી ઓડોન્ગો જેજેને પણ મળ્યા હતા. વિદેશ મંત્રીએ તેમની યુગાન્ડાની મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરી. તેમણે વિવિધ દ્વિપક્ષીય પહેલોની પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરી હતી. યુગાન્ડાના આગામી NAM અને G77 પ્રેસિડન્સી પર ભારતે સંપૂર્ણ સમર્થન આપ્યું.

    ડૉ. જયશંકર સાયપ્રસના તેમના સમકક્ષ કોન્સ્ટેન્ટિનોસ કોમ્બોસને મળ્યા. વિદેશ મંત્રીએ રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડૌલિડ્સને શુભકામનાઓ પાઠવી. તેઓએ ગયા ડિસેમ્બરમાં તેમની મુલાકાત માટેના ફોલો-અપ પગલાં વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભૂમધ્ય સમુદ્રમાં ભારતની રુચિ સતત વધી રહી છે. ડૉ. જયશંકરે કહ્યું, સાયપ્રસ હંમેશા મૂલ્યવાન ભાગીદાર રહેશે.

    તેઓ ગિની બિસાઉના વિદેશ મંત્રી કાર્લોસ પરેરાને પણ મળ્યા હતા. તેઓએ વિકાસ ભાગીદારી વિસ્તારવા અને વેપાર અને રોકાણ વધારવાની ચર્ચા કરી.

    ડૉ. જયશંકરે કંબોડિયાના પ્રધાનમંત્રી હુન માનેટ સાથે પણ મુલાકાત કરી હતી. વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. તેઓએ વિકાસ ભાગીદારીની પ્રગતિ અંગે ચર્ચા કરી અને વિસ્તરી રહેલા સંરક્ષણ અને સાંસ્કૃતિક સહયોગની નોંધ લીધી. તેઓએ મ્યાનમાર અંગે પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply