Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કતારમાં અટકાયત કરાયેલા 8 ભારતીયોના પરિવારજનો સાથે મુલાકાત કરી

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે આજે કતારમાં અટકાયતમાં લેવાયેલા 8 ભારતીયોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ કેસને સૌથી વધુ મહત્વ આપે છે અને પરિવારોની ચિંતાઓ અને દર્દને સંપૂર્ણ રીતે સમજી શકે છે. કતારમાં અટકાયતમાં લેવાયેલા આઠ નેવી વેટરન્સની મુક્તિ માટે સરકાર તમામ પ્રયાસો કરશે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, સરકાર કતારમાં અટકાયતમાં રાખવામાં આવેલા 8 ભારતીયોની મુક્તિ માટે તમામ પ્રયાસો કરવાનું ચાલુ રાખશે. 

    26 ઑક્ટોબરે કતારની અદાલતે 8 ભારતીય પુરુષોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી જેઓ અગાઉ ભારતીય નૌકાદળમાં નોકરી કરતા હતા. તેઓની ઓગસ્ટ 2022 માં જાસૂસી હોવાનું માનવામાં આવતા અઘોષિત આરોપો પર ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તે બધા એક ખાનગી કંપની દહરા ગ્લોબલ માટે કામ કરતા હતા. વિદેશ મંત્રાલયે આ ચુકાદા પર આઘાત વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે કતાર કોર્ટના ચુકાદાનો વિરોધ કરશે. અને મૃત્યુદંડના ચુકાદાથી ઊંડો આઘાત અનુભવીએ છીએ અને વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply