વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દાર સલામમાં તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સમી હસન સાથે મુલાકાત કરી
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે દાર સલામમાં તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સમી હસન સાથે મુલાકાત કરી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવી. EAM એ તાન્ઝાનિયામાં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી વિકાસ પ્રવૃત્તિઓની પ્રશંસા કરવા બદલ રાષ્ટ્રપતિ હસનનો આભાર માન્યો. ડો.જયશંકરે જણાવ્યું હતું કે જળ ભાગીદારી, માહિતી અને સંચાર ટેકનોલોજી-આઈસીટી ક્ષેત્રે એકબીજા સાથે સહકારથી ઘણો ફાયદો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે તાંઝાનિયામાં IIT કેમ્પસની સ્થાપના સાથે ભારત અને તાંઝાનિયા વચ્ચેનો સહકાર નવી ઊંચાઈએ પહોંચ્યો છે.
ડૉ. જયશંકરે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે સંબંધો, દરિયાઈ સહયોગ અને ક્ષમતા નિર્માણ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે ભારતના G-20 સભ્યપદ અને ગ્લોબલ સાઉથ પહેલ અંગે તાંઝાનિયાના સકારાત્મક વિચારોની પ્રશંસા કરી.
