વિશ્વભરમાં 34 લાખથી વધુ લોકો કોરોના સંક્રમણનો બન્યા ભોગ
Live TV
-
વિશ્વભરમાં 34 લાખથી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. તે પૈકી બે લાખ 44 હજારથી વધુના મૃત્યુ નોંધાઇ ચુક્યા છે. જોકે એક લાખ 81 હજાર થી વધુ લોકો સાજા થઇને ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યા છે. વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા વીતેલા 24 કલાકમાં 868 લોકોના મૃત્યુ થતાં મૃતકોની સંખ્યા 67 હજારને પાર કરી ગઇ છે. બ્રિટનમાં કોરોનાને કારણે 28 હજાર 205 મૃત્યુ નોંધાયા છે. ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે કોરોના વાયરસ સામે લડી ચુકેલા આરોગ્યકર્મીને એફિલ ટાવર પર રોશની કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ફ્રાન્સમાં વીતેલા 24 કલાકમાં 166 લોકોના મૃત્યુ થતાં કુલ મૃત્યાંક 24 હજાર 763 થયો છે. ફ્રાન્સમાં 16 લાખથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. ઇરાનમાં વીતેલા 24 કલાક દરમિયાન સંક્રમણના વધુ 802 કેસ નોંધાયા છે. વધુ 65 મૃત્યુ નોંધાતાં મૃતકોનો આંકડો 6 હજાર 156 થઇ ગયો છે. ઇટાલીમાં કોરોના વાયરસને કારણે વધુ 474 લોકોના મૃત્યુ નોંધાયા છે. કુલ મૃત્યુ 28 હજાર 710 નોંધાયા છે.
