Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોના કેસની સંખ્યા 52.11 કરોડને પાર,અમેરિકામાં કોરોનાની ગંભીર અસર યથાવત

Live TV

X
  • વિશ્વમાં કોરોના કેસની સંખ્યા 52.11 કરોડને પાર થઇ ગઇ છે; 47.56 કરોડ દર્દી સારવાર લઇ સાજા થયા છે અને કોરોનાના કારણે 62 લાખ 88 હજારથી વધુ દર્દીના મૃત્યુ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાની ગંભીર અસર યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં 19 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. અમેરિકામાં કોરોના કેસની સંખ્યા 8 કરોડ 42 લાખને પાર થઇ છે અને અત્યાર સુધી 10 લાખ 26 હજારથી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે.
     
    યુરોપના ફ્રાન્સમાં કોરોનાની સૌથી વધુ અસર રહી છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 22 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા હતા અને કુલ કેસોની સંખ્યા 2 કરોડ 91 લાખને પાર થઇ છે. જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 5 હજારથી વધુ કેસ નોંધાયા અને કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 57 લાખને પાર થઇ છે. ઇટાલીમાં છેલ્લા 24 કલાકમાં 27 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને હાલમાં કોરોના કેસની સંખ્યા 1 કરોડ 70 લાખને પાર થઇ છે.
     
    એશિયાના દેશોમાં જાપાનમાં કોરોનાના નવા 38 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને કુલ કેસોની સંખ્યા 83 લાખને પાર થઇ છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના કેસમાં વધારો થયો હતો, છેલ્લા 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને કુલ કેસોની સંખ્યા 1 કરોડ 77 લાખને પાર થઇ હતી. થાઇલેન્ડમાં કોરોનાના 6 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને ઉત્તર કોરિયામાં અત્યાર સુધી કોરોનાના કારણે 15 દર્દીના મૃત્યુ નોંધાયા છે. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન એ  દેશમાં કોવિડ કેસની લહેરને ધ્યાનમાં લઇ સૈન્યને દવાના વિતરણમાં મદદ કરવા આદેશ આપ્યો હતો જ્યારે પ્યોંગયોંગમાં લાખો લોકોમાં તાવના લક્ષણો છે. 
     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply