Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોના કેસોની સંખ્યા વધીને 51.91 કરોડને પાર, અમેરિકામાં કોરોના સંક્રમણની અસર વધુ

Live TV

X
  • વિશ્વમાં કોરોના કેસોની સંખ્યા વધીને 51.91 કરોડને પાર થઇ ગઇ છે જ્યારે 62 લાખથી વધુ દર્દીના મૃત્યુ નોંધાયા છે. અમેરિકામાં કોરોના સંક્રમણની સૌથી વધુ ગંભીર અસર દેખાઇ રહી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 8 કરોડ 39 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 10 લાખ 25 હજારથી વધુ દર્દીઓની મૃત્યુ થઇ છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 69 હજારથી વધુ કેસ નોંધાયા હતા. યુરોપીય દેશોમાં પણ કોરોના કેસોમાં વધારો નોંધાયા છે. જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. ફ્રાન્સમાં અત્યાર સુધી સૌથી વધુ 2.90 કરોડ અને જર્મનીમાં 2.55 કરોડ કોરોનાના કેસ નોંધાયા છે.

    વાત કરીએ ચીનની તો, સતત વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર કડક પગલા લઇ રહી છે. ચીનમાં બેઇજિંગના પૈલેસ સંગ્રહાલયને 12 મે થી અસ્થાયી રીતે બંદ કરવામાં આવશે. આ નિર્ણય બેઇજિંગની વર્તમાન COVID-19 પરિસ્થિતિને અનુલક્ષીને અને સંક્રમણના જોખમને ઘટાડવા માટે લેવામાં આવ્યો હતો, જ્યારે બેઇજિંગમાં વિવિધ વ્યવસાયો પર ઘણા સમયથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply