વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત, દર્દીઓની સંખ્યા 5 લાખ 50 હજારને પાર
Live TV
-
વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5 લાખ 50 હજારને પાર પહોંચી છે. દુનિયામાં સાજા થનારાની સંખ્યા, 1 લાખ 22 હજાર જેટલી થઈ છે. જયારે મૃત્યુ આંક 24 હજાર 200 પહોંચ્યો છે. ઈરાનમાં ગઈકાલે મરનારની સંખ્યા 919 થઈ છે. ફ્રાન્સમાં લોકડાઉન સમય મર્યાદા 15 એપ્રિલ સુધી લંબાવાય છે. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 345 મોત થયા છે, જ્યારે 18 હજાર પહોંચી છે. સંક્રમિત લોકોની સંખ્યા ચીનથી પણ વધી ગઈ છે. સ્પેનમાં મૃત્યુઆંક 4800 ને પાર કરી ચૂક્યો છે. ચીને વિદેશીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. સાઉથ આફ્રિકા પણ સૈન્યની સહાયથી લોકડાઉનની સ્થિતિમાં પ્રવેશી રહયું છે.
