વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંક 70 લાખ 85 હજારને પાર
Live TV
-
4 લાખથી વધુ લોકોના મોત-19 લાખ કેસ સાથે અમેરિકા સૌથી વધારે પ્રભાવિત-ન્યુઝીલેન્ડ બન્યું કોરોના મુક્ત
કોવિડ-19થી સમગ્ર વિશ્વમાં, 4 લાખથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમીતોનો આંકડો પણ ,70 લાખથી વધુ પહોંચી ગયો છે. દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશ ,અમેરીકામાં કોરોનાથી એક લાખ 10 હજાર લોકોના મોત થયા છે. જ્યારે 19 લાખ 40 હજારથી વધુ લોકો સંક્રમીત છે. બ્રાઝીલમાં કોરોનાથી, 6 લાખ 91 હજારથી વધુ લોકો સંક્રમીત છે. આ સાથે ,બ્રાઝીલ બીજા ક્રમે છે. સારા સમાચાર એ છે કે ન્યુઝિલેન્ડ કોરોના સંક્રમણને નાથવામાં સફળ નિવડ્યુ છે. અને તેના પ્રધાનમંત્રીએ દેશને કોરોનામુક્ત જાહેર કર્યો છે
