વિશ્વમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 23 લાખને પાર
Live TV
-
વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 23 લાખને પાર કરી ગઇ છે. કોરોના સંક્રમણને કારણે 1 લાખ 59 હજાર જેટલા મૃત્યુ નોંધાયા છે. અમેરિકામાં સંક્રમિત દર્દીની સંખ્યા સૌથી વધુ નોંધાઇ છે. કુલ સંક્રમિતની સંખ્યા સાત લાખને પાર થઇ ચુકી છે. અમેરિકામાં મૃત્યુઆંક 37 હજારને પાર કરી ગયો છે. યુકેમાં લોકડાઉન હજી 3 અઠવાડિયા લંબાવવામાં આવ્યું છે. બ્રિટનમાં કોરોના વેક્સીન અને ઉપચાર પદ્ધતિ વિકસાવવા 21 જેટલા પ્રોજેક્ટ પર કામ શરૂ થયું છે. આ માટે સરકારે 1.4 કરોડ પાઉન્ડની ફાળવણી કરી છે. ઈટાલીમાં વધુ 575 મૃત્યુ નોંધાયા છે, પરંતુ સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે
