વેનેઝુએલામાં સોનાની ખાણ ધસી પડતાં કુલ 12 કામદારોના મૃત્યુ
Live TV
-
પૂર્વ વેનેઝુએલામાં અલ કાલાઓની ત્યજી દેવાયેલી સોનાની ખાણમાં બુધવારે ભારે વરસાદને કારણે ખાણ ધસી પડતાં કુલ 12 કામદારો મૃત્યુ પામ્યા હતા.
બુધવારે ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું, જેના પરિણામે ખાણમાં કામદારોને ઓક્સિજન પુરવઠો બંધ થયો હતો. મૃતક કામદારોના મૃતદેહ મળી આવ્યા છે અને તેમના પરિવારને પરત કરવામાં આવ્યા છે. આ ઘટનામાં 112 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
હજુ પણ ઘટનાસ્થળે શોધ પ્રયાસો ચાલુ છે, બચાવકર્તા માને છે કે અન્ય લોકો ખાણમાં હોઈ શકે છે.
