Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક સ્તરે અત્યાર સુધી કુલ 51.76 કરોડથી વધુ કોરોના કેસ નોંધાયા

Live TV

X
  • વિશ્વમાં કોરોનાનાં 51.76 કરોડથી વધુ કેસ અત્યાર સુધી નોંધાયા છે, કુલ 47.23 કરોડ દર્દી સારવાર લઇ સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 62.77 લાખથી વધુ કોરોના દર્દીના મૃત્યુ નોંધાયા છે. અમેરિકામાં કોવિડની વિકટ સ્થિતિ યથાવત છે અને અત્યાર સુધી 8.36 કરોડથી વધુ કોરોનાનાં કેસ નોંધાયા છે અને 10.24 લાખથી વધુ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. યુરોપની જો વાત કરીએ તો, સૌથી વધુ 2.89 કરોડ કેસ ફ્રાન્સમાં નોંધાયા છે. જર્મનીમાં 2.53 કરોડ, બ્રિટનમાં 2.21 કરોડ અને રશિયામાં 1.82 કરોડ કોરોના કેસ નોંધાયા છે. 

    ચીનમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકાર કડક પગલા લઇ રહી છે. બેઇજીંગમાં શોપીંગ મોલ્સ, રેસ્ટોરન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે જીમ અને મનોરંજનના સ્થળો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લાખો નાગરિકો શહેરમાં એક મહિનાથી વધુ સમયથી લોકડાઉન હેઠળ છે કારણ કે ચીનની સરકાર શૂન્ય કોરોના કેસનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં સંક્રમિત કોરોના દર્દીઓની સંખ્યા 2.20 લાખથી વધુ છે અને 5100 થી વધારે દર્દીના મૃત્યુ નોંધાયા છે.

    દક્ષિણ આફ્રિકામાં પોઝિટિવિટી દરમાં 18.7 ટકાનો વધારો નોંઘાયો હતો જ્યારે સોમવારે કોરોનાનાં નવા 3,237 કેસ નોંધાયા હતા. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ દક્ષિણ આફ્રિકાએ સાતમી લહેરમાં પ્રવેશ કરી લીધો છે. દૈનિક કોરોના ટેસ્ટીંગમાં પોઝિટિવિટી દર પાંચ મહિના પછી પ્રથમ વખત 30 ટકાથી ઉપર નોંધાયો હતો. ઓમિક્રોન વેરીયન્ટની સૌથી વધુ ખરાબ અસર દક્ષિણ આફ્રિકા પર થઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply