Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકાના સીતા અમ્માન મંદિરમાં 19 મેએ યોજાશે પવિત્ર કુંભભિષેકમ

Live TV

X
  • શ્રીલંકાના સીતા એલિયા સ્થિત સીતા અમ્માન મંદિરમાં આવતીકાલે યોજાશે પવિત્ર કુંભભિષેકમ. જેને લઈને સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. ગઈકાલે સવારે કોલંબોથી એક રથ સીતા અમ્માન મંદિર પહોંચ્યો હતો, જેમાં અયોધ્યાથી લાવવામાં આવેલ સરયુ નદીનું લગભગ 25 લિટર પવિત્ર જળ અને તિરુપતિ મંદિરથી 5000 લાડુ પણ મોકલવામાં આવ્યા હતા. 

    આ પ્રસંગે ભારત અને નેપાળના ઘણા ભાગોમાંથી ભક્તો સીતા એલીયા પહોંચ્યા છે. સીતા એલિયા અથવા અશોક વાટિકાને તે સ્થાન માનવામાં આવે છે જ્યાં દેવી સીતાને રાવણ દ્વારા બંધક બનાવવામાં આવી હતી. સીતા મંદિરે પણ અયોધ્યામાં રામલલા મંદિરના નિર્માણ માટે પવિત્ર પથ્થર મોકલ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply