શ્રીલંકા: કોલંબોમાં સશસ્ત્ર બળો માટે ત્રણ દિવસીય યોગ કાર્યશાળાની શરૂઆત
Live TV
-
સશસ્ત્ર બળોના શારીરિક અને માનસિક આરોગ્યમાં વૃદ્ધિ કરવાનો ઉદ્દેશ્ય
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં શ્રીલંકા સશસ્ત્ર બળો માટે ત્રણ દિવસીય યોગ કાર્યશાળાની શરૂઆત થઈ છે. કોલંબોના વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રએ આ યોગ કાર્યશાળાનું આયોજન કર્યું છે. જેનો ઉદ્દેશ્ય સશસ્ત્ર બળોના શારીરિક અને માનસિક આરોગ્યમાં વૃદ્ધિ કરવાનો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં 50 દિવસ પહેલા શરૂ કરવામાં આવેલ કાર્યક્રમનો હિસ્સો છે. શ્રીલંકાના પાંચ પ્રમુખ નગરોમાં આયોજિત આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સશસ્ત્ર બળોને શારીરિક સ્ફૂર્તિ, તણાવ મુક્તિ અને માનસિક શાંતિમાં વૃદ્ધિ કરવાનો છે. આ દરમિયાન કરવામાં આવતા યોગાસન, પ્રાણાયમ અને ધ્યાન યોગના અભ્યાસથી સૈન્ય કર્મીઓ સમક્ષ આવનાર પડકારોનું સમાધાન લાવવાની કોશિશ કરવામાં આવશે.
