Skip to main content
Settings Settings for Dark

સર્બિયાના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનુ બીજા દિવસની મુલાકાત દરમિયાન ઔપચારિક સ્વાગત થશે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સર્બિયા પ્રવાસનો આજે બીજો દિવસ છે. ભારતના કોઈપણ રાષ્ટ્રપતિ દ્વારા સર્બિયાની આ પ્રથમ મુલાકાત છે. જે અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ મુર્મુનું આજે રાજધાની બેલગ્રેડમાં ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ અને અન્ય સમકક્ષો આજે સર્બિયન રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વુસિક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. જેમાં ભારત અને સર્બિયાના પરસ્પર હિત અંગે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય રાષ્ટ્રપતિ મુર્મુ સર્બિયાના પ્રધાનમંત્રી અને નેશનલ એસેમ્બલીને પણ મળશે. તેમજ માઉન્ટ આમલા ખાતે શૌર્ય સ્મારક પર પુષ્પાંજલિ પણ અર્પણ કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય વેપારની શક્યતાઓને વધારવા માટે બંને દેશોના વેપારી સમુદાયને પ્રોત્સાહન આપવાનો છે. ભારત અને સર્બિયા વચ્ચે ઐતિહાસિક રીતે મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. બીજી તરફ રાષ્ટ્રપતિની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બેલગ્રેડમાં ભારતીય સમુદાયને મળીને વાતચીત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply