Skip to main content
Settings Settings for Dark

સર્બિયાની સ્કૂલમાં ધો.7ના વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, 8 વિદ્યાર્થીઓ સહિત 9ના મોત

Live TV

X
  • સર્બિયામાં આ પ્રકારની પ્રથમ ઘટના છે

    સર્બિયાના રાજધાની બેલગ્રેડમાં ગોળીબારીની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર,14 વર્ષના વિદ્યાર્થીએ શાળાના વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગની ઘટનામાં કુલ ૯ વ્યકિતઓના મોત થયા છે.  

    સર્બિયાના શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર, સર્બિયામાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. આ ઘટનામાં 8 વિદ્યાર્થીઓ સહિત 9 વ્યકિતઓના મોત થયા છે. ઘાયલ 6 વિદ્યાર્થીઓ અને શિક્ષકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ગોળીબાર કરતા પહેલા તેના ટારગેટ વિદ્યાર્થીઓ અને તેમના કલાસરૂમના સ્કેચ બનાવ્યા હતાં. 

    આરોપીએ તેના પિતાની બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. તે સાતમા ધોરણનો વિદ્યાર્થી છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ગોળીબારીની ઘટના બાદ સર્બિયામાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

    સર્બિયામાં ૧૯૯૦ના ગૃહયુદ્ધ પછી નાગરિકો પાસે હજારો હથિયારો ઘરમાં પડેલા મળી આવે છે. આ હથિયારો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.સર્બિયામાં ગોળીબારીના ઘટના છેલ્લે ૨૦૧૩માં થઈ હતી, જેમાં પૂર્વ સૈન્ય અધિકારીએ ૧૩ લોકોની હત્યા કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply