સિંગાપોરમાં યોગ મહોત્સવ 2022ની કરવામાં આવી ઉજવણી
Live TV
-
સિંગાપોરે 18 મેના રોજ યોગ મહોત્સવ 2022 ની ઉજવણી કરી છે. યોગ મહોત્સવ એ યોગનો ઉત્સવ છે જે વિશ્વના 100 શહેરોમાં 100 દિવસ માટે 100 સંસ્થાઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધી આયોજિત છે. સિંગાપોરમાં 21મી જૂન સુધી કાઉન્ટડાઉનનો 34મો દિવસ હતો.
આ કાર્યક્રમની થીમ યોગા ફોર હેલ્થ એન્ડ હાર્મની હતી. પ્રજ્ઞા યોગ અને વેલનેસ દ્વારા યોગ મહોત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ મહોત્સવ એ આયુષ મંત્રાલય અને મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન દ્વારા વૈશ્વિક પહેલ છે. આ કાર્યક્રમને સિંગાપોરમાં ભારતના હાઈ કમિશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. યુનેસ્કો હેરિટેજ સાઇટ જેવા આઇકોનિક સ્થાનો: સિંગાપોર બોટનિકલ ગાર્ડન્સ, મેર્લિઅન, ગાર્ડન્સ બાય ધ બે, અને મરિના બે સેન્ડ્સ એ સ્થળોમાં હતા જ્યાં પૂર્વ-ઇવેન્ટ્સ થઈ હતી.
આ ઈવેન્ટનું ઉદઘાટન હાઈ કમિશન તરફથી શ્રી સૂર્યા દ્વારા કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલની શરૂઆત પ્રજ્ઞા યોગ અને વેલનેસના ડિરેક્ટર સુજાતા કાઉલાગીના નેતૃત્વમાં ભારતીય હાઈ કમિશનના લૉન પર સામાન્ય યોગ પ્રોટોકોલની પ્રેક્ટિસ સાથે થઈ હતી. સિંગાપોરના ઉત્સાહી યોગ સાધકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મહોત્સવમાં વિવિધ વિષયો ઉપર પ્રવચનો પણ આયોજીત કરવામાં આવ્યા હતા.
