સીરિયાનાં હવાઈ હુમલાથી હિઝબુલ્લાહનો એક આતંકવાદી ઠાર: ઈઝરાયેલ
Live TV
-
ઈઝરાયલની સેનાએ કહ્યું. તેમના લડાકુ વિમાનોએ દક્ષિણ પશ્ચિમી સિરિયામાં હવાઈ હુમલો કર્યો. આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહનો એક આતંકવાદી ઠાર મરાયો છે. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે, સીરિયામાં હિઝબુલ્લાહનાં 'ગોલાન આતંકવાદી નેટવર્ક'માં એક આતંકવાદી અહમદ જાહોદને ઠાર મરાયો છે.
સેનાએ કહ્યું કે, જાહોતે સિરિયાઈ સ્ત્રોતોથી જાણકારી પ્રાપ્ત કરી હતી. હિજબિલ્લાહે સિરિયાયઈ માર્ચા પર એકત્રિત થયેલી ગુપ્ત માહિતીને ગોલાન હાઈટ્સમાં ઈઝરાયલાના વિરૂદ્ધમાં અભિયાન ચલાવવા માટે તેમની મદદ માટે તેનો સમાવેશ કર્યો હતો.
સીરિયાનાં સરકારી ટેલિવીઝને તાજેતરમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલે કરેલી હવાઈ સ્ટ્રાઈકમાં એક પોલીસકર્મીનું મૃત્યું થયું છે.ઈઝરાયેલના જણાવ્યા પ્રમાણે આ હુમલો હિઝબુલ્લાહનાં ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
સીરિયાએ વારંવાર કરવામાં આવતા હુમલાઓની નિંદા કરી છે આ હુમલાઓને અખંડિતતાનું ઉલ્લઘન થતું હોવાનું કહ્યું છે. તો સામે ઈઝરાયલે કહ્યું, તેમની કાર્યવાહીનો ઉદ્દેશ્ય 'પોતાની સીમીઓ'ની પાસે ઈઝરાયેલ અને ઈરાનથી સંબંધિત બળોની ઘૂસપેઠની રોકવાનો હતો.
તાજેતરમા જ સીરિયાની રાજધાની દમિશ્ક પર ઈઝરાયેલે હુમલો કર્યો હતો. આ હુમલામાં 7 લોકોની મોતની સાથે 11 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલો એક ઈમારતને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
