સ્પેનઃ મર્સિયા શહેરની નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 13 લોકોનાં મોત
Live TV
-
ગઈ રાત્રિના દક્ષિણ પૂર્વ સ્પેનના મર્સિયા શહેરના એક નાઈટ ક્લબમાં લાગેલ આગમાં 13 લોકોના મૃત્યુ થયા છે.
ગઈ રાત્રિના દક્ષિણ પૂર્વ સ્પેનના મર્સિયા શહેરના એક નાઈટ ક્લબમાં લાગેલ આગમાં 13 લોકોના મૃત્યુ થયા છે. જે સમયે આગ લાગી તે સમયે નાઈટ ક્લબમાં ભીડ હતી. મૃતકોની સંખ્યામાં વધારો થવાની શકયતા છે. બચાવ દળ ક્લબમાં સતત બચાવ કામગીરી કરી રહ્યા છે. 14 લોકો હજુ ગૂમ છે. પોલીસે આપેલી જાણકારી મુજબ આ આગ લાફોના નાઈટ ક્લબમાં લાગી હતી અને વિકરાળ આગ આસપાસના ક્લબોમાં પણ ફેલાઈ હતી. સ્થાનિક મીડીયા મુજબ આગમાં થયેલ તમામ મોત લાફોના ક્લબમાં જ થયા છે.
