સ્વિડન અને ફિનલેન્ડ ઉત્તર અટલાન્ટિક સંધિ સંગઠનમાં સામેલ થવા માટે આજે સંયુક્ત તરીકે અરજી કરી
Live TV
-
નોર્ડિક દેશ સ્વીડન અને ફિનલેન્ડ ઉત્તર અટલાન્ટિક સંધિ સંગઠન-નાટોમાં સામેલ થવા માટે આજે સંયુક્ત તરીકે અરજી કરી હતી. સ્વિડનના પ્રધાનમંત્રી મૈગ્દિલાના એન્ડરસન અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સાઉલી નિનિસ્તોએ એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં પોતાના ચુકાદાની જાહેરાત કરી હતી. 200 સાંસદો માંથી 188 સાંસદોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું. રાષ્ટ્રપતિ સાઉલી નિનિસ્તો આ આવેદન પર હસ્તાક્ષર કરશે અને બ્રસેલ્સમાં નાટો મુખ્યાલયને સોંપશે. ફિનલેન્ડ તેની તટસ્થતાની નીતિ છોડી એક ઐતિહાસિક પગલું ભરી 'નાટો' જૂથમાં જોડાવા માગે છે અને આ નિર્ણય ફિનલેન્ડે યુક્રેન યુદ્ધના પગલે લીધો છે.નાટોના નાયબ વડાએ જણાવ્યું હતું કે, આ અંગે નાટોના જ એક સભ્ય દેશ તુર્કીએ વિરોધ ઉઠાવ્યો છે છતાં અમે ફિનલેન્ડને નાટોમાં સભ્યપદે લઈ શકીશું તેનો અમને પૂરો વિશ્વાસ છે. તુર્કીએ અચાનક જ વિરોધ દર્શાવતા કહ્યું કે, તે પગલું અસ્વીકાર્ય અને ભયાવહ બની રહે તેમ છે. ત્રણેય નેતા યુરોપની સુરક્ષા અને યુક્રેનના સમર્થન સહિત વ્યાપક વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે.
