Skip to main content
Settings Settings for Dark

‘મેક ઇન ઇન્ડિયા’ ગુજરાતથી આફ્રિકન દેશરિપબ્લિક ઓફ મલાવીમાં થશે EVની નિકાસ

Live TV

X
  • ભારત સરકારની આત્મનિર્ભર ભારતની પહેલને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાતના વડોદરાથી ‘મેક ઇન ઇન્ડિયા’ ગુજરાત થી આફ્રિકન દેશ રિપબ્લિક ઓફ મલાવીમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની નિકાસ કરવામાં આવશે.

    આ ઐતિહાસિક ભાગીદારીના ભાગરૂપે મલાવીના હાઇ કમિશનર લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ ગત 29 મેના રોજ વડોદરાની વિશેષ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વડોદરા નજીક પોર ખાતે આવેલી અગ્રણી ઇવી કંપની ‘મરક્યુરી ઇવી ટેક’ની વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કંપનીની ઉત્પાદન ક્ષમતા તેમજ અત્યાધુનિક ટેકનોલોજીની પ્રશંસા કરી હતી.

    આ વૈશ્વિક ઉપલબ્ધિ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં મરક્યુરી ઇવી ટેકના ચેરમેન જયેશ ઠક્કરે જણાવ્યું કે, મલાવી સરકાર સાથે ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરવા માટેની સત્તાવાર એમઓયુની પ્રક્રિયા હાલ અંતિમ ચરણમાં ચાલી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક વાહનોનો પહેલો જથ્થો મલાવી મોકલવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આફ્રિકા ખંડમાં મલાવી દેશને તેની પ્રાકૃતિક સુંદરતાના કારણે 'Warm Heart of Africa' તરીકે ઓળખવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન મોબિલિટી’ના વિઝનથી પ્રભાવિત થઈને મલાવી સરકારે પોતાના દેશને પ્રદૂષણ મુક્ત રાખવા માટે ચીનના બદલે ભારત સાથે કામ કરવું વધુ યોગ્ય માન્યું છે.

    અગાઉ મલાવી સરકારની ટેકનિકલ ટીમે પ્લાન્ટની ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો, જે બાદ હાઇ કમિશનરે મુલાકાત લીધી છે. આગામી 5 કે 6 જૂનના રોજ મલાવીના રાષ્ટ્રપતિ સાથે મારી સત્તાવાર બેઠક નક્કી થઈ હોવાથી, હું 3 જૂને મલાવી જવા રવાના થઈ રહ્યો છું, જ્યાં આગળના પ્રોડક્શન પ્લાન અને રોકાણ અંગે આખરી નિર્ણય લેવાશે.

    મલાવીના હાઇ કમિશનર લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ પ્લાન્ટની ગુણવત્તાથી પ્રભાવિત થઈને જણાવ્યું હતું કે, હું ભારતમાં થઈ રહેલા આધુનિક ઇકો-ફ્રેન્ડલી બદલાવને મારા દેશમાં લઈ જવા આવ્યો છું. મરક્યુરી ઇવી ટેક દ્વારા ખૂબ જ ઉચ્ચ સ્તરની ટેકનોલોજી અને ટકાઉ પદ્ધતિથી વાહનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મલાવી જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે હાલ મોંઘા ઈંધણની આયાત કરવી એ એક બહુ મોટો પડકાર છે. આથી અમે આ ગ્રીન ટેકનોલોજીને અપનાવી રહ્યા છીએ.

    આ પ્રકારના મોટા પ્રોજેક્ટ્સ અને સંશોધનોના કારણે જ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં સતત આગળ વધીને ચોથા ક્રમે પહોંચી રહી છે.

    હાઇ કમિશનરે વડોદરાની કંપનીને મલાવીમાં સીધું રોકાણ કરવા અને ત્યાં પોતાનો નવો પ્લાન્ટ શરૂ કરવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે. આનાથી મલાવી સરકારને ઇંધણના આર્થિક બોજમાંથી મુક્તિ મળશે અને વિદેશી હૂંડિયામણ બચાવવામાં પણ મદદ મળશે. તેમણે આ પ્રોજેક્ટની મલાવી સરકારને સંપૂર્ણ હૃદયથી ભલામણ કરવાની ખાતરી આપી છે, જે સમગ્ર ભારત અને ગુજરાતના ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
apply