ISROએ ગગનયાન મિશન હેઠળ બે ઉડ્ડયન આયોજિત કરવાનો કર્યો નિર્ણય
Live TV
-
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઈસરોએ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પહેલાં ગગનયાન મિશન હેઠળ બે ઉડ્ડયન આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. ઈસરોના અધ્યક્ષ ડો. કે. સિવાને જણાવ્યું છે કે ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 આવતા વર્ષના મધ્યમાં છોડવામાં આવશે. સંસ્થાના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતા પત્રમાં ડૉ. સિવાને જણાવ્યું કે, PSLV પર EOS-4 અને EOS-6નું પ્રક્ષેપણ અને SSLVના પ્રથમ ઉડ્ડયન પર EOS-02નું પ્રક્ષેપણ આ વર્ષે હાથ ધરાશે.
ડો. કે. સિવાને કહ્યું કે, આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ વર્ષે 15મી ઓગસ્ટ પહેલાં માનવરહિત મિશન શરૂ કરવાનો નિર્દેશ છે અને તમામ સહયોગીઓ સમયપત્રકને પહોંચી વળવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. ચંદ્રયાન-3 ડિઝાઇનમાં ફેરફાર અને પરીક્ષણમાં મોટી પ્રગતિ જોવા મળી છે અને મિશન આવતા વર્ષના મધ્ય સુધીમાં શરૂ થઈ શકે છે. ત્રણ પૃથ્વી અવલોકન ઉપગ્રહો - EOS-02, EOS-04, અને EOS-06નું પ્રક્ષેપણ વિલંબિત છે. 2021 માં યોજાનાર ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય- એલ વન સહિત તમામ મોટા વૈજ્ઞાનિક મિશનમાં કોરોનાની બીજી લહેર પછી પ્રક્ષેપણના સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો એટલે હાલ દબાણ કરવામાં આવ્યું છે.
