PM મોદી નોર્વેના ઓસ્લે પહોંચ્યા , ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપશે
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્વેની ઐતિહાસિક મુલાકાતે પહોંચી ગયા છે. આ મુલાકાત ભારતની વિદેશ નીતિ અને કૂટનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે મુલાકાત છે. પીએમ મોદી અહીં ત્રીજી 'ભારત-નોર્ડિક સમિટ' (India-Nordic Summit) માં ભાગ લેશે અને નોર્વેના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્વેની ઐતિહાસિક મુલાકાતે પહોંચી ગયા છે. જ્યાં એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતુ. આ મુલાકાત ભારતની વિદેશ નીતિ અને કૂટનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે મુલાકાત છે. પીએમ મોદી અહીં ત્રીજી 'ભારત-નોર્ડિક સમિટ' (India-Nordic Summit) માં ભાગ લેશે અને નોર્વેના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.
રાજા હાર્લ્ડ અને વડાપ્રધાન સ્ટોર સાથે મુલાકાત
પોતાની આ વ્યૂહાત્મક યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્વેના રાજા હાર્લ્ડ પાંચમા (King Harald V) અને રાણી સોન્જા (Queen Sonja) ની મુલાકાત લેશે. આ ઉપરાંત, તેઓ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગેહર સ્ટોર (Jonas Gahr Store) સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે અને બંને દેશોના સંયુક્ત 'બિઝનેસ એન્ડ રિસર્ચ સમિટ'ને પણ સંબોધિત કરશે.વ્યાપાર અને અબજો ડોલરના રોકાણ પર નજર
વિદેશ મંત્રાલય (MEA) ના જણાવ્યા અનુસાર, આ મુલાકાતથી ભારત અને નોર્વે વચ્ચેના આર્થિક સંબંધોને એક નવી ગતિ મળશે.વેપારમાં વધારો: વર્ષ 2024માં બંને દેશો વચ્ચે આશરે 2.73 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો, જેને હવે નવા સ્તરે લઈ જવામાં આવશે.
ભારે રોકાણ: નોર્વેના સરકારી પેન્શન ફંડે (GPFG) ભારતના કેપિટલ માર્કેટમાં આશરે 28 અબજ ડોલર (આશરે ₹2.3 લાખ કરોડથી વધુ) નું રોકાણ કર્યું છે, જે આગામી સમયમાં વધી શકે છે.
મુખ્ય ક્ષેત્રો: ભારત-EFTA ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ક્લીન એન્ડ ગ્રીન ટેક્નોલોજી, બ્લુ ઇકોનોમી (સમુદ્રી સંસાધનો) અને રોકાણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ઓસ્લોમાં જામશે 'નોર્ડિક દેશો'નો મહાકુંભ
આવતીકાલે એટલે કે 19 મે 2026ના રોજ નોર્વેની રાજધાની ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટ યોજાશે. આ સમિટમાં પીએમ મોદી સાથે ઉત્તરી યુરોપના 5 અગ્રણી દેશોના વડાપ્રધાનો જોડાશે:નોર્વે: જોનાસ ગેહર સ્ટોર
ડેનમાર્ક: મેટ્ટે ફ્રેડરિકસેન
ફિનલેન્ડ: પેટ્ટેરી ઓર્પો
આઇસલેન્ડ: ક્રિસ્ટ્રુન ફ્રોસ્ટેડોટીર
સ્વીડન: ઉલ્ફ ક્રિસ્ટર્સન
કેમ ખાસ છે આ સમિટ?
આ પહેલા 2018માં સ્ટોકહોમ અને 2022માં કોપનહેગનમાં નોર્ડિક સમિટ યોજાઈ ચૂકી છે. ભારત અને નોર્ડિક દેશો વચ્ચેનો કુલ વેપાર 19 અબજ ડોલર (2024) થી વધુ છે. આ બેઠકથી સ્પેસ (અંતરિક્ષ), સંરક્ષણ (Defence), રિન્યુએબલ એનર્જી, આર્કટિક ક્ષેત્ર અને સપ્લાય ચેઈનને મજબૂત કરવા માટે એક સચોટ રોડમેપ તૈયાર થશે. વડાપ્રધાન મોદીની આ નોર્વે મુલાકાત અને નોર્ડિક સમિટ માત્ર યુરોપિયન દેશો સાથેના સંબંધો સુધારવા પૂરતી સીમિત નથી, પરંતુ ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ના માધ્યમથી ભારતીય બજાર અને ઉદ્યોગો માટે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં મોટો હિસ્સો મેળવવાની સુવર્ણ તક છે.
