PM મોદી 6થી11 જુલાઇ દરમિયાન ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6થી 11 જુલાઇ દરમિયાન ઈન્ડોનેશિયા , ઓસ્ટ્રેલીયા અને ન્યુ ઝીલેન્ડના પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જુલાઇના રોજ ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એમ 3 દેશોની યાત્રાએ જવા રવાના થશે. પ્રધાનમંત્રી 6 થી 8 જુલાઈ દરમિયાન ઇન્ડોનેશિયાની મુલાકાતે છે.અને 8થી 10 જુલાઇ સુધી ઓસ્ટ્રેલિયાની, તો 10 થી 11 જુલાઇ દરમિયાન ન્યૂઝીલેન્ડની મુલાકાત લેશે.
ઇન્ડોનેશિયામાં પીએમ મોદી ,ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર યોગ્યાકાર્તાની મુલાકાત લેશે, ભારત અને ઇન્ડોનેશિયા આ મંદિરના સંરક્ષણ માટે સાથે મળીને કામ કરશે. તો પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીસ સાથે મેલબોર્નમાં ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. અંતિમ તબક્કામાં, પ્રધાનમંત્રી 10 અને 11 જુલાઈએ ન્યુઝીલેન્ડ જશે. તેઓ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
