RBI ગવર્નર શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બૅન્કર રિપોર્ટ કાર્ડ 2023માં મળ્યો A ગ્રેડ
Live TV
-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સના સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સ 2023માં A રેટિંગ આપવામાં આવ્યું છે. યુએસ સ્થિત ગ્લોબલ ફાયનાન્સ મેગેઝિન દ્વારા શ્રી દાસને ત્રણ સેન્ટ્રલ બેંક ગવર્નરોની યાદીમાં ટોચ પર મૂકવામાં આવ્યા છે. પછીના ક્રમે સ્વિટ્ઝર્લેન્ડના થોમસ જે. જોર્ડન અને વિયેતનામના ગુયેન થી હોંગનો નંબર આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સ 2023માં A રેટિંગ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ભારત માટે ગર્વની ક્ષણ છે, જે વૈશ્વિક મંચ પર નાણાકીય નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. આરબીઆઈ ગવર્નરનું સમર્પણ અને લક્ષ્ય રાષ્ટ્રના વિકાસના માર્ગને મજબૂત કરવાનું સતત ચાલુ રાખે છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને પણ આ માટે આરબીઆઈ ગવર્નર શક્તિકાંતને અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે કહ્યું કે દેશની મધ્યસ્થ બેંકના તેમના નેતૃત્વએ તાજેતરના પરીક્ષણો અને પડકારોનો સામનો કર્યો છે.
