Skip to main content
Settings Settings for Dark

UAEના ક્રાઉન પ્રિન્સ આજે ભારત આવશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત

    સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારત આવી રહ્યા છે. તેઓ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાના છે.

    આ મુલાકાતનો ઉદ્દેશ્ય UAE અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો છે. ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને આર્થિક ભાગીદારોનું પ્રતિનિધિમંડળ પણ છે. શ્રી ખાલિદ આર્થિક સહયોગ વધારવા માટે ભારતમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. તેઓ વિવિધ ક્ષેત્રોમાં અમીરાત અને ભારત વચ્ચેના મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરતી અનેક ઈવેન્ટ્સમાં ભાગ લેશે.

    UAE અને ભારત વચ્ચે આર્થિક વિકાસ, રોકાણ, વેપાર અને જળવાયુ પરિવર્તન નિયંત્રણના ક્ષેત્રોમાં હાલની ભાગીદારી રચનાત્મક સહયોગનું આંતરરાષ્ટ્રીય મોડેલ બની ગયું છે. બંને દેશોએ વૈશ્વિક સ્થિરતા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply