UNમાં ભારતની પાકિસ્તાન સામે કડક કાર્યવાહી, ‘પાકિસ્તાન UN મંચનો દુરુપયોગ કરી રહ્યું છે.’
Live TV
-
ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં જવાબ આપ્યો
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રીના કાશ્મીરના મુદ્દા સામે કાર્યવાહી કરી છે. શુક્રવારે UNમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે(Petal Gahlot) પાકિસ્તાનને જડબાતોજ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. UNGAની બીજી સમિતિ માટે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ પેટલ ગહલોતે જણાવ્યું કે, ‘પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાનમાં માનવઅધિકારોનું હનન થઈ રહ્યું છે અને તેમનો રેકોર્ડ બહુ જ ખરાબ છે. જમ્મુ - કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોને લગતી બાબતો સંપૂર્ણપણે ભારતની આંતરિક છે. પાકિસ્તાન UN મંચનો દુરુપયોગ કરી રહ્યું છે.’
