અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા: 300થી વધુના મોત, ભારે વિનાશ
Live TV
-
અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા: 300થી વધુના મોત, ભારે વિનાશ
શનિવારની મોડી રાત્રે અફઘાનિસ્તાન શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું હતું. રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતાના આ ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો છે. સત્તાવાર અહેવાલો મુજબ, અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે અને 1,000 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું નોંધાયું છે.
ભારતીય સમય અનુસાર રાત્રે 12 વાગીને 47 મિનિટે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં હતું, પરંતુ તેના આંચકાની અસર એટલી તીવ્ર હતી કે તેની અનુભૂતિ દિલ્હી-એનસીઆર સહિત ભારતના ઉત્તરીય ભાગોમાં પણ થઈ હતી.
સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અનેક ઈમારતો ધરાશાયી થઈ છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા અને પુનર્વસનના પડકારોને ઉજાગર કર્યા છે. વિશ્વના અનેક દેશોએ અફઘાનિસ્તાનને મદદની ઓફર કરી છે.
