Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ આગ્રામાં ટ્રમ્પ પરિવારે તાજમહલના કર્યા દીદાર

Live TV

X
  • રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા CM યોગી આદિત્યનાથે કર્યું સ્વાગત

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદથી ભવ્ય રોડ શો અને નમસ્તે ટ્રમ્પને કાર્યક્રમ બાદ પરિવાર સાથે આગ્રા પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આગ્રા પહોંચ્યા ત્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આગ્રામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું સ્વાગત કરવા માટે એરપોર્ટથી તાજમહેલ સુધીના રૂટ પર 21 જેટલી જગ્યાઓ પર 3000થી વધારે ભારતીય કલાકારોએ સંસ્કૃતિને દર્શાવીને આવકાર્યા હતા. જ્યા તેમની પત્ની મેલાનિયા સાથે તાજમહેલના પરિસરમાં દોઢ કિલોમીટર સુધી ચાલીને તમામ માહિતી મેળવીને અભિભૂત થયા હતા. ટુરીસ્ટ ગાઇડ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીને તાજમહેલ સાથે સંકળાયેલા અનેક ઐતિહાસિક કિસ્સાઓ અને નિર્માણની માહિતી આપી હતી. અને તેમણે ફોટો પડાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાએ પણ ફોટોસેશન કરાવ્યુ હતુ. ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર બુકમાં લખ્યુ હતુ કે તાજમહલ સતત પ્રેરણા આપે છે. સમૃધ્ધ સંસ્કૃતિનું પ્રતિક અને ભારતના સુંદર કલ્ચરલને દર્શાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પરિવાર સાથે તાજમહેલમાં દોઢ કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને તેમની આ મુલાકાતને યાદગાર ગણાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply