અસામમાં ભારતીય વાયુસેનાનું સુખોઈ-30 MKI લડાયક વિમાન નિયમિત તાલીમ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત
Live TV
-
અસામમાં ભારતીય વાયુસેનાનું સુખોઈ-30 MKI લડાયક વિમાન નિયમિત તાલીમ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.આ કરૂણ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટના મોત નિપજ્યા છે.
આ વિમાન જોરહાટ એરબેઝ પરથી ઉડાન ભર્યા બાદ રડાર પરથી ગુમ થયું હતું. દુર્ઘટના અસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં ચૌકીહોલા ગામ પાસે સર્જાઈ હતી, જે જોરહાટ એરબેઝથી 60 કિમી દૂર છે. 47 સ્ક્વોડ્રનનું આ વિમાન ગઈકાલે સાંજે 7:42 વાગ્યે રડાર સંપર્ક ગુમાવી બેઠું હતું.સ્થાનિક ગ્રામજનોએ સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચી કાટમાળમાંથી પાયલટોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.વાયુસેના દ્વારા આ અકસ્માત પાછળના કારણો જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
