આંધ્રપ્રદેશના વિજયવાડામાં કોવિડ સેન્ટરમાં આગથી 7ના મોત
Live TV
-
પીએમએ મૃત્તકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, હરસંભવ મદદની આપી ખાતરી
આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતેના એક કોવિડ સારવાર કેન્દ્રમાં લાગેલી આગમાં નવ લોકોના મોત થયા છે. આગ લાગી તે સમયે આ સેન્ટરમાં 50 લોકો હતા. બચાવ કામગીરીમાં 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે. રાજ્યના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આ ઘટના અંગે તપાસના આદેશ આપી દીધા છે. પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સહાયનો ભરોસો અપાવ્યો હતો.
