આંધ્ર અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સાથે વાત કરી મદદની ખાતરી આપી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના મુખ્ય પ્રધાનોને ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર તરફથી તમામ સંભવિત સહયોગની ખાતરી આપી છે. પીએમ મોદી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ગઈકાલે પણ ભારે વરસાદને કારણે હૈદરાબાદ સહિત તેલંગાણાના વિવિધ ભાગોમાં વિક્ષેપ પડ્યો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આજે તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.
છેલ્લા બે દિવસથી વિજયવાડા સહિત આંધ્રપ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે. 17 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે બંને રાજ્યોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 26 ટીમો તહેનાત કરવામાં આવી રહી છે. તેમાંથી, 12 ટીમો પહેલેથી જ તહેનાત છે અને 14 વધુ ટીમોને આવશ્યક વસ્તુઓ અને તબીબી સાધનો સાથે મોકલવામાં આવી રહી છે. સતત ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે 99 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 54ના રૂટ બદલવામાં આવ્યા છે.
