આજે ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં ૧૬માં સિવિલ સેવા દિવસના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે
Live TV
-
આવતીકાલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવિલ સેવકોને સંબોધિત કરશે
સરકાર દર વર્ષે ૨૧ એપ્રિલના રોજ સિવિલ સેવા દિવસ તરીકે ઉજવે છે. પરંતુ તેના એક દિવસ અગાઉ એટલે કે આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં ૧૬માં સિવિલ સેવા દિવસના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સમારોહની અધ્યક્ષતા કરશે. સિવિલ સેવકો માટે આવતીકાલનો દિવસ ઘણો મહત્વનો રહેશે. કાલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવિલ સેવકોને સંબોધિત કરશે. પીએમ મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં સિવિલ સેવકોના યોગદાનની સતત પ્રશંશા કરી છે. આ સાથે તેમને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. પીએમ મોદી આવતીકાલે લોક પ્રશાસનમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર પણ અર્પણ કરશે. સાર્વજનિક વિભાગોમાં જોડાયેલા અધિકારીઓની સરાહનાના પ્રતિક સ્વરૂપે આ સિવિલ સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
