આજે દેશભરમાં 72માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
Live TV
-
દેશમાં આજે 72મા પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવી રહ્યો છે.. દિલ્હીમાં રાજપથ પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.. આજે દેશની આન, બાન, શાનનું સમૃદ્ધ પ્રદર્શન કરવામાં આવશે.
દેશમાં આજે 72મા પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવી રહ્યો છે.. દિલ્હીમાં રાજપથ પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.. આજે દેશની આન, બાન, શાનનું સમૃદ્ધ પ્રદર્શન કરવામાં આવશે.. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી લેશે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રના સ્મરણ-સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે.. એ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રધ્વજ ફરકાવશે.. 21 તોપોની સલામી આપ્યા બાદ , આજે પહેલી વખત રાજપથના આકાશમાં રાફેલ ગરજશે.. આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને , પરડ વીજયચોકથી શરૂ થશે , પરંતુ લાલાકિલ્લા સુધી નહીં જતાં , નેશનલ સ્ટેડિયમ સુધી જ જશે.. પહેલા 1 લાખ 15 હજાર લોકો પરેડમાં હાજર રહેતાં હતા,, પરંતુ આ વખતે કોરોનાને લીધે ફક્ત 25 હજાર દર્શકોને જ, પ્રવેશ આપવામાં આવશે.. આ વખતે પરેડમાં વિદેશી કે મુખ્ય અતિથિ હાજર રાખવામાં આવશે નહીં.
