આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત રજૂ કરશે બજેટ
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સતત સાતમું બજેટ રજૂ કરશે. આ બજેટ 2047 સુધીમાં વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર કરશે. તે સવારે 11 વાગ્યે મોદી 3.0નું પ્રથમ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સવારે 9 વાગે નાણામંત્રીનું બજેટ મેકિંગ મિનિસ્ટ્રીની ટીમ સાથે ફોટો સેશન થશે. આ પછી સીતારમણ રાષ્ટ્રપતિ ભવન જશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે બજેટ રજૂ કરવા માટે મંજૂરી માંગશે.
દેશના મધ્યમ વર્ગને આ બજેટ પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ છે. એવા સંકેતો છે કે નાણામંત્રી સીતારમણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પગલાંની જાહેરાત કરી શકે છે. બજેટની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આ અમૃતકાલનું મહત્વનું બજેટ છે. આ બજેટ આપણી પાસેના પાંચ વર્ષમાં તે પ્રવાસની દિશા નક્કી કરશે. તે 2047માં વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનો પણ પાયો નાખશે.
નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ આજે સાતમીવાર લોકસભામાં બજેટ રજૂ કરશે. નાણામંત્રી આજે કેન્દ્ર શાસીત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનું બજેટ પણ રજૂ કરશે. વિવિધ અનુદાનની માંગણીઓ પણ આ સત્રમાં મંજૂર કરાવવામાં આવશે. લોકસભામાં બજેટ રજૂ થયા બાદ રાજ્યસભામાં સામાન્ય બજેટની કોપી રજૂ કરવામાં આવશે.
