Skip to main content
Settings Settings for Dark

આજે નેશનલ ડોક્ટર્સ ડે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોકટર્સને આરોગ્યના રક્ષકો અને માનવતાના આધારસ્તંભ ગણાવ્યા, તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ડોક્ટર્સને ગણાવ્યા સંજીવનીના દાતા...

    આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ડોક્ટર્સ દિવસની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xમાં પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, ડૉક્ટર્સ ડે નિમિત્તે તમામ મહેનતુ ડૉક્ટરોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપણા ડૉક્ટરોએ તેમની કુશળતા અને ખંત માટે નામના મેળવી છે. તેમની કરુણાની ભાવના પણ એટલી જ નોંધપાત્ર છે, તેઓ ખરેખર આરોગ્યના રક્ષકો અને માનવતાના આધારસ્તંભ છે. ભારતના આરોગ્યસંભાળ માળખાને મજબૂત કરવામાં તેમનું યોગદાન ખરેખર અસાધારણ છે.

    ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ પણ પાઠવી શુભેચ્છા 

    વિશ્વ આજે ડૉક્ટર્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવતા કહ્યું કે, જાહેર આરોગ્યના રક્ષણ અને ઉત્થાન માટે નિઃસ્વાર્થપણે કામ કરતા તમામ ડોકટરોનો હૃદયપૂર્વક આભાર. તેમના નિઃસ્વાર્થ સમર્પણ, કરુણા અને અથાક પ્રયત્નો આપણા ઊંડાણપૂર્વકના આદરને પાત્ર છે.

    રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ તમામ તબીબોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું હતું કે, તબીબો સામાન્ય બીમારીથી માંડીને ગંભીર ગણાતી બીમારીઓના કિસ્સામાં દર્દીઓને સેવા આપીને નવજીવન બક્ષે છે. આ દિવસ ડોક્ટર્સ પ્રતિ કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરવાનો દિવસ છે. સંકટ સમયમાં સંજીવનીના દાતા બનતા આ તબીબોની સેવા પ્રશંસનીય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply