Skip to main content
Settings Settings for Dark

આજે પીએમ મોદી નવી દિલ્હીમાં આયોજીત વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં 3000 યુવાઓ સાથે કરશે વાતચીત

Live TV

X
  • આ મહોત્સવ સાંસ્કૃતિક આદાનપ્રદાન અને યુવા ઉર્જાનું પ્રતીક રહેશે

    આજે PM Modi એ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં ભાગ લેનારાઓ સાથે વિતાવશે. આ કાર્યક્રમનું આયોજન રાજકીય જોડાણ વગરના 1 લાખ યુવાનોને રાજકારણમાં લાવવાના તેમના પ્રયાસોના ભાગ રૂપે કરવામાં આવી રહ્યું છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય યુવા દિવસ પર આયોજિત કરવામાં આવી રહેલા કાર્યક્રમમાં PM Modi એ 2047 સુધીમાં વિકસિત ભારતના રોડ મેપ પર યુવાનોના મંતવ્યો જાણશે. ભારત મંડપમ ખાતે આયોજિત રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં, પ્રધાનમંત્રીએ યુવાનો સાથે મહિલા સશક્તિકરણ, વિકસિત ભારત, ડિજિટલ ભારત, રમતગમતમાં શ્રેષ્ઠતા જેવા 10 વિષયો પર પ્રેઝન્ટેશન પણ જોશે.

    આ કાર્યક્રમને યુવાનો માટે રાજકારણની શાળા કહી શકાય છે

    એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે મોદી દેશભરના 3,000 "ગતિશીલ યુવા" નેતાઓ સાથે વાતચીત કરશે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં રાજકીય પૃષ્ઠભૂમિ વગરના યુવાનોને તક આપીને, રાષ્ટ્ર નિર્માણના 10 વિષયો પર 2047 માં વિકસિત ભારત માટેના સરકારના વિઝનને સમાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને યુવાનો માટે રાજકારણની શાળા કહી શકાય છે. આના માધ્યમથી સરકારનું ધ્યાન એવા યુવા નેતાઓ બનાવવાનું છે, જે દેશના વિકાસના વિઝનને પ્રાથમિકતા આપીને રાજકારણમાં આગળ વધશે. આ યુવા મહોત્સવ યુવાનો દ્વારા યુવા સંકલ્પ સાથે યુવાનો માટે રજૂ કરવામાં આવ્યો છે. 

    મહોત્સવ સાંસ્કૃતિક આદાનપ્રદાન અને યુવા ઉર્જાનું પ્રતીક રહેશે

    આ માત્ર એક આયોજન નથી પણ એક ઝુંબેશ છે, યુવાનોને સશક્ત બનાવવા, તેમની નેતૃત્વ ક્ષમતા વધારવાનો વ્યવહારુ વિચાર છે, જે વિકસિત ભારતના વિઝનને સાથે સુસંગત છે. મહોત્સવમાં યુવાનોને તેમની યોગ્યતા અનુસાર પ્રમાણપત્રો આપવામાં આવશે. આ વખતે રાષ્ટ્રીય યુવા મહોત્સવ સાંસ્કૃતિક આદાનપ્રદાન અને યુવા ઉર્જાનું પ્રતીક રહ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply