આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ચિત્રકુટ પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ચિત્રકુટના પ્રવાસે જશે..પ્રધાનમંત્રી મોદી બપોરે ચિત્રકુટ પહોચી રધુવિર મંદિરમાં પુજા અર્ચના કરશે..સાથે જ સંત રણછોડદાસજીની સમાધી પર પુષ્પાંજલી અર્પણ કરી પરીસરમાં સ્થિત સ્વૈચ્છીક વિદ્યાલયનું અવલોકન કરી તેની વ્યવસ્થાઓની જાણકારી મેળવશે.
પ્રધાનમંત્રી મોદી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટના પ્રથમ અધ્યક્ષ સ્વ. અરવિંદ ભાઇ મફતલાલની સમાધી પર શ્રધ્ધાંજલી અર્પણ કરશે.. તથા ટ્રસ્ટની હોસ્પીટલની નવી વીંગનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી જગદગુરૂ રામ ભદ્રાચાર્ય સાથે મુલાકાત કરી તેમના દ્રારા લખાયેલ પુસ્તકોનું વિમોચન કરશે તેઓ અહી ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોને સંબોધન કરશે જેમાં સાધુ સંતો અને કર્મચારીઓ હાજર રહેશે.
