આજે બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર કરાશે
Live TV
-
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારના અંતિમ સંસ્કાર આજે સવારે લગભગ 11 વાગ્યે પુણે જિલ્લાના બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. ગઈકાલે એક વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન થયું હતું.
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય મંત્રીમંડળના સભ્યો અંતિમ સંસ્કારમાં હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રીના નિધન બાદ મહારાષ્ટ્ર સરકારે જાહેર રજા જાહેર કરી છે. રાજ્યમાં ત્રણ દિવસનો રાજકીય શોક રહેશે. આવતીકાલ સુધી તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે અને રાજ્યની સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ નમેલો રહેશે.
