આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મદિવસ
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે રાષ્ટ્રપતિના સારા આરોગ્ય અને દીર્ઘાયુની કામના કરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં ટ્વિટ કરીને લખ્યું હતું કે તેમના માર્ગદર્શનમાં દેશ પ્રગતિના પથ પર આગળ વધતો રહેશે.
