Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રીય ખેલ દિવસઃ રાષ્ટ્રપતિએ વિશેષ યોગદાન આપનારા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કર્યા

Live TV

X
  • દર વર્ષની જેમ આ વર્ષે 29 ઓગષ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસના અવસરે મેજર ધ્યાનચંદ જયંતી નિમિત્તે રમતમાં વિશેષ યોગદાન આપનાર રમતવિરોને ખેલ પુરસ્કારથી સન્માનીત. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વરચ્યુલ કાર્યક્રમમાં ખેલાડીઓને સન્માનીત કર્યા..

    દર વર્ષની જેમ આ વર્ષે 29 ઓગષ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસના અવસરે મેજર ધ્યાનચંદ જયંતી નિમિત્તે રમતમાં વિશેષ યોગદાન આપનાર રમતવિરોને ખેલ પુરસ્કારથી સન્માનીત. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વરચ્યુલ કાર્યક્રમમાં ખેલાડીઓને સન્માનીત કર્યા.. આ પ્રથમ અવસર છે કે એક સાથે 5 ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનીત કરવામાં આવ્યા. આ વર્ષે ક્રિકેટ ખેલાડી રોહિત શર્મા, ટેબલ ટેનીસ ખેલાડી મનિકા બત્રા, પેરા એથલીટ મરિઅપ્પન થાંગાવેલુ, પહેલવાન દિનેશ ફોગાટ, અને હોકી ખેલાડી રાનીને ખેલોના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા. આ એવોર્ડના ઇતિહાસમાં પ્રથમ વાર છે કે, એક સાથે પાંચ ખેલાડીઓ ખેલ રત્ન બન્યા. 2016માં ઓલીમ્પીક વર્ષ બાદ એક સાથે 4 ખેલાડીઓને ખેલ રત્ન અપાયો હતો. જ્યારે 29 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યા.. પ્રથમવાર 8 પેરા એથલીટ ખેલ પુરસ્કાર મળ્યો. આ અવસરે કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રીજુજીએ ધ્યાનચંદ સ્ટેડિયમ પહોચીને મેજર ધ્યાનચંદની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યાં હતાં. આ અવસરે રીજુજીએ પુરસ્કાર વિજેતાઓને દેશનું ગૌરવ ગણાવતા તેમને શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply