આજે સાંજે પીએમ મોદીની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસ કરશે શપથ ગ્રહણ
Live TV
-
આ સમારોહમાં લગભગ ચાલીસ હજાર લોકો ભાગ લે તેવી અપેક્ષા છે
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ આજે સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને NDA શાસિત રાજ્યોના સીએમ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. દેવેન્દ્ર ફડણવીસે કાર્યકારી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. દરમિયાન ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા.
આ સમારોહમાં લગભગ ચાલીસ હજાર લોકો ભાગ લે તેવી અપેક્ષા છે
ફડણવીસની સાથે મહારાષ્ટ્ર સરકારમાં બે ડેપ્યુટી સીએમ પણ હશે. તેમાંથી એક નામ એનસીપી નેતા અજિત પવારનું હોવાનું માનવામાં આવે છે, જોકે બીજું નામ કોનું હશે તે અત્યારે નક્કી નથી. મહારાષ્ટ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આવશે. આ સમારોહમાં લગભગ ચાલીસ હજાર લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.
ફડણવીસે પોતાના નામની આગળ પોતાના માતા-પિતાનું નામ ઉમેર્યું
શપથ ગ્રહણ માટેની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામની સાથે તેમના માતા અને પિતાના નામ પણ લખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સુજાતા સૈનિક દ્વારા મોકલવામાં આવેલા આ કાર્ડમાં ફડણવીસનું પૂરું નામ દેવેન્દ્ર સરિતા ગંગાધર રાવ ફડણવીસ લખેલું છે. સરિતા તેમની માતાનું નામ છે અને ગંગાધર રાવ તેમના પિતાનું નામ છે. આ પહેલીવાર છે જ્યારે ફડણવીસે પોતાના નામની આગળ પોતાના માતા-પિતાનું નામ ઉમેર્યું છે. અગાઉ 2014 અને 2019 માં સીએમ તરીકે શપથ લેતી વખતે તેમનું નામ માત્ર દેવેન્દ્ર ફડણવીસ લખવામાં આવ્યું હતું.
