આજે સાંજે મહારાષ્ટ્રમાં થશે દેવેન્દ્ર ફડણવીસના કેબિનેટનું વિસ્તરણ
Live TV
-
મહારાષ્ટ્રમાં આજે દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના 21 દિવસ બાદ આજે કેબિનેટ મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. શપથ ગ્રહણ સમારોહ નાગપુરમાં યોજાશે.
5 ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે જ્યારે એકનાથ શિંદે અને અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. સુત્રોના અનુસાર ગૃહ અને નાણા મંત્રાલયને લઇને સંમતિ ન બનવાથી સરકારની રચના અને કેબિનેટ વિસ્તરણમાં મોડુ થયું છે.
એકનાથ શિંદે ગૃહ અને નાણા મંત્રાલય માટે દાવો કરી રહ્યાં છે. જ્યારે ભાજપ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવા માંગે છે. નાણા મંત્રાલય પર અજીત પવાર દાવો કરી રહ્યાં છે. શિંદે સરકારમાં ગૃહ મંત્રાલય તે સમયના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની પાસે હતું. તેથી શિંદે ગૃહ મંત્રાલય માટે દાવો કરી રહ્યાં છે. સુત્રો અનુસાર કેબિનેટ વિસ્તરણમાં 30 થી 32 મંત્રી શપથ લઇ શકે છે.
