આજે PM Modi દિલ્હીના લોકોને નવા વર્ષની ભેટ આપશે, દિલ્હીના હજારો લોકોનું ભાગ્ય બદલાશે
Live TV
-
લાભાર્થીઓને સ્વાભિમાન એપાર્ટમેન્ટની ચાવીઓ પણ સોંપશે
PM Modi આજે દિલ્હીના લોકોને રૂ. 4,500 કરોડની વિવિધ યોજનાઓની ભેટ આપશે. PM Modi એ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM Modi એ હાઉઝિંગ ફોર ઓલના સંકલ્પના ભાગરૂપે દિલ્હીના અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લેશે. આ પછી PM Modi લગભગ 12:45 વાગ્યે દિલ્હીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
લાભાર્થીઓને સ્વાભિમાન એપાર્ટમેન્ટની ચાવીઓ પણ સોંપશે
PM Modi દિલ્હીના અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે 1,675 નવા બાંધવામાં આવેલા ફ્લેટનું ઉદ્ઘાટન કરશે અને લાભાર્થીઓને સ્વાભિમાન એપાર્ટમેન્ટની ચાવીઓ પણ સોંપશે. નવા બાંધવામાં આવેલા ફ્લેટ્સનું ઉદ્ઘાટન દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) દ્વારા બીજા સફળ ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટની પૂર્ણતાને ચિહ્નિત કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દિલ્હીમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને યોગ્ય સુવિધાઓથી સજ્જ એક સારું અને સ્વસ્થ જીવન વાતાવરણ પૂરું પાડવાનો છે.
દ્વારકામાં CBSE ના સંકલિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે
જ્યારે સરકાર દ્વારા ફ્લેટના બાંધકામ પર રૂ. 25 લાખનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે પાત્ર લાભાર્થીઓ કુલ રકમના 7 ટકાથી ઓછી રકમ ચૂકવે છે. જેમાં પાંચ વર્ષની જાળવણી માટે રૂ. 1.42 લાખ અને રૂ. 30,000 નું નજીવા યોગદાનનો સમાવેશ થાય છે. PM Modi એ દ્વારકામાં CBSE ના સંકલિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. જેના પર લગભગ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાં ઓફિસો, ઓડિટોરિયમ, અદ્યતન ડેટા સેન્ટર, વ્યાપક જળ વ્યવસ્થાપન સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે.
રૂ. 600 કરોડથી વધુના ખર્ચના ત્રણ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે
PM Modi દિલ્હી યુનિવર્સિટીમાં રૂ. 600 કરોડથી વધુના ખર્ચના ત્રણ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેમાં પૂર્વ દિલ્હીના સૂરજમલ વિહાર ખાતે પૂર્વ કેમ્પસમાં એક શૈક્ષણિક બ્લોક અને દ્વારકામાં પશ્ચિમી કેમ્પસમાં એક શૈક્ષણિક બ્લોકનો સમાવેશ થાય છે. આમાં નજફગઢના રોશનપુરામાં વીર સાવરકર કોલેજની ઇમારત પણ સામેલ છે, જેમાં શિક્ષણ માટે અત્યાધુનિક સુવિધાઓ હશે.
