Skip to main content
Settings Settings for Dark

આતંકવાદીઓએ પુલવામાના એક વિસ્તારમાં ભારતીય મજૂરો ઉપર હુમલો કર્યો, 1 વ્યક્તિ ઘાયલ

Live TV

X
  • તાત્કાલિક રાહત તરીકે 25 લાખ રૂપિયા પણ આપ્યા

    આજરોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ એક પરપ્રાંતિય મજૂરને ગોળી મારીને ઘાયલ કર્યો છે. તો પુલવામા જિલ્લાના ત્રાલના બટગુંડ ગામમાં અજાણ્યા આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશના પ્રિતમ સિંહ નામના મજૂરને ગોળી મારીને ઘાયલ કર્યો છે. ત્યારે આ ઘાયલ મજૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

    બે વિદેશી આતંકવાદીઓની તસવીરો જાહેર કરી

    આ હુમલો ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં અન્ય રાજ્યોના APCO ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના કામદારોના કેમ્પ પર આતંકવાદી હુમલાના ચાર દિવસ બાદ થયો છે. આ હુમલામાં 6 કામદારો અને એક સ્થાનિક ડોક્ટર સહિત સાત લોકો માર્યા ગયા હતા. સ્થાનિક પોલીસે બુધવારે હુમલામાં સામેલ બે વિદેશી આતંકવાદીઓની તસવીરો જાહેર કરી હતી. આ તસવીરો કેમ્પમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.  

    તાત્કાલિક રાહત તરીકે 25 લાખ રૂપિયા પણ આપ્યા

    અત્યાર સુધીમાં 40 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. NIA ની ટીમે પણ આતંકી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટીમે ઘટના સ્થળેથી કેટલીક મહત્વપૂર્ણ સુરાગ એકત્રિત કરી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મૃતકોના પરિવારજનોને એક્સ-ગ્રેશિયા મંજૂર કરી હતી. APCO કંપનીએ પરિવારના સભ્યોને તાત્કાલિક રાહત તરીકે 25 લાખ રૂપિયા પણ આપ્યા હતા.

    નેતાઓએ આ આતંકી હુમલાની કડક નિંદા કરી

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ડૉ. ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને ગુલામ નબી આઝાદ સહિત તમામ નેતાઓએ આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply