Skip to main content
Settings Settings for Dark

ઈન્ડિગોએ રઝળાવ્યા, પશ્ચિમ રેલવે આવી મુસાફરોને વહારે

Live TV

X
  • દેશમાં ચાલી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાને કરણે રઝળી પડેલા મુસાફરોને વહારે આવ્યું ભારતીય રેલ. ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ વૈકલ્પિક માર્ગ તરીકે રેલવે થવાના કારણે પશ્ચિમ રેલવે દ્વારા 9 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જેના પગલે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરોને ટ્રેન મારફતે તેમના સિટી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. બે દિવસમાં આઠ ટ્રીપમાં મુસાફરોએ લાભ લીધો છે.

    વડોદરા મંડળ પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે હંમેશા તત્પર રહે છે. ફ્લાઈટ કેન્સલ થઈ રહી હતી, જેના કારણે વધારાની ભીડ જોવા મળી. વધારાની ભીડને જોતાં અને મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ હંમેશની જેમ સ્પેશિયલ ટ્રેનો જે અમારી નિયમિત ટ્રેનો ઉપરાંત હોય છે, તેને ચલાવવાનો નિર્ણય કર્યો અને અત્યાર સુધીમાં અમે પશ્ચિમ રેલવેએ 9 ટ્રેનોની લગભગ 40 ટ્રીપ નોટિફાઈડ કરી ચૂક્યા છીએ.

    વધુમાં તેમણે જણાવ્યું કે આ ટ્રેનો મુંબઈથી દિલ્હી તરફ જઈ રહી છે. શકુર બસ્તી, નવી દિલ્હી અને દુર્ગાપુરા, ભિવાડી, આ ડેસ્ટિનેશન માટે અમે તેમને નોટિફાઈડ કર્યા છે, જે ગુજરાત અને રાજસ્થાનને કવર કરીને જઈ રહી છે.

    એક ટ્રેન વલસાડથી બિલાસપુર પણ છે. જેની ફ્લાઈટ કેન્સલ થઈ છે, તે આ પરિસ્થિતિને જોતાં એક વૈકલ્પિક માર્ગ તરીકે રેલવે દ્વારા પણ યાત્રા કરી શકે છે.

    ટ્રેન મુંબઈથી ચાલ્યા પછી વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અમે સ્ટોપેજ આપેલું છે. ત્યારબાદ રતલામ થઈને જયપુર, કિશનગઢ એટલે કે રાજસ્થાન તરફ જઈને પછી આ ટ્રેન દિલ્હી પહોંચે છે. તો ગુજરાત અને રાજસ્થાનને કવર કરીને ટ્રેન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચી રહી છે. ટ્રેનો ત્રણથી ચાર દિવસ માટે નોટિફાય કરી છે. એક ટ્રેન અમારી જે વલસાડથી લઈને બિલાસપુર જઈ રહી છે, તે 31 ડિસેમ્બર સુધી અમે નોટિફાય કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply