Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર: ચમોલીમાં બે ગુમ, રુદ્રપ્રયાગમાં વાદળ ફાટ્યું

Live TV

X
  • ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર: ચમોલીમાં બે ગુમ, રુદ્રપ્રયાગમાં વાદળ ફાટ્યું

    ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ખાસ કરીને ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિતિ ગંભીર બની છે, જ્યાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે.

    ચમોલીમાં ભૂસ્ખલન, બે લોકો ગુમ

    ચમોલી જિલ્લાના મોપાટા ગામમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. આ ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જવાથી બે લોકો ગુમ થયા હોવાના અને અન્ય બે લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઉપરાંત, એક ગૌશાળામાં પણ 15 થી 20 જેટલા પશુઓ ફસાયા હોવાની આશંકા છે. કેટલાક પરિવારો પણ ફસાયા હોવાની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.

    રુદ્રપ્રયાગમાં વાદળ ફાટવાની ઘટના

    બીજી તરફ, રુદ્રપ્રયાગ જિલ્લાના બરેથ ડુંગર ટોક વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને અધિકારીઓ પાસેથી તાત્કાલિક અપડેટ્સ મેળવી રહ્યા છે.

    બદ્રીનાથ હાઈવે બંધ, વૈકલ્પિક વ્યવસ્થા

    ભારે વરસાદના કારણે શ્રીનગર અને રુદ્રપ્રયાગ વચ્ચેનો બદ્રીનાથ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ યથાવત હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply