ઉત્તરાખંડ કેબિનેટે સમાન નાગરિક સંહિતાના નિયમોને મંજૂરી આપી
Live TV
-
સોમવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉત્તરાખંડ કેબિનેટે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) માટેના નિયમોને મંજૂરી આપી છે.
અમે જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું
બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા સીએમ ધામીએ કહ્યું હતું કે, અમે જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2022 ની વિધાનસભા ચૂંટણીમાં લોકોની વચ્ચે ગયા હતા, ત્યારે અમે તેમને વચન આપ્યું હતું કે રાજ્યમાં ભાજપ સરકાર બન્યા પછી, અમારું પહેલું પગલું ઉત્તરાખંડમાં UCC લાગુ કરવાનું હશે.
ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું
તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકાર બનાવ્યા પછી, અમે યુસીસી બિલ લાવ્યા. ડ્રાફ્ટ કમિટીએ તેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. તે વિધાનસભામાં પસાર થયું, પછી રાષ્ટ્રપતિની મંજૂરી પછી તે કાયદો (અધિનિયમ) બન્યો. હવે તાલીમ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે કેબિનેટની બેઠકમાં યુસીસી નિયમોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં બધી બાબતોની સમીક્ષા કર્યા પછી અમે UCC લાગુ કરવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય હશે.
યુસીસી કાયદો બધા ધર્મો, જાતિઓ અને વર્ગોના લોકો માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરે છે.
તમને જણાવી દઈએ કે યુસીસીના અમલીકરણ સાથે, ઉત્તરાખંડમાં નાગરિકો માટે સમાન કાયદો લાગુ થશે. યુસીસી કાયદામાં તમામ ધર્મો, જાતિઓ અને વર્ગોના લોકો માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. સીએમ ધામીએ આ માર્ગદર્શિકાને રાજ્યના વિકાસ અને સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 6 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડમાં ખાસ વિધાનસભા સત્રમાં પ્રથમ વખત UCC બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ૭ ફેબ્રુઆરીએ વિધાનસભામાં તેને ભારે બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. આ પછી, 13 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ બિલ પર હસ્તાક્ષર કર્યા અને તેને કાયદાનો દરજ્જો આપ્યો.
