ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની 15 બેઠકો માટે ચાલી રહ્યું છે મતદાન, સાંજે થસે મતગણતરી
Live TV
-
સંસદના ઉપલા ગૃહમાં 56માંથી 41 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 10, કર્ણાટકમાં ચાર અને હિમાચલ પ્રદેશમાં એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે
ત્રણ રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સંસદના ઉપલા ગૃહમાં 56માંથી 41 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 10, કર્ણાટકમાં ચાર અને હિમાચલ પ્રદેશમાં એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આજે સાંજે 5 કલાકે મતગણતરી હાથ ધરાશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 41 ઉમેદવારોમાં સામેલ હતા જેઓ રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા.
