ઐતિહાસિક આર્થિક સિદ્ધિ: નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 8.2% પર પહોંચ્યો
Live TV
-
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતીય અર્થતંત્રે નાણાકીય વર્ષ 2025 -26ના બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર સમયગાળો) 8.2 ટકાનો મજબૂત વિકાસ દર હાંસલ કર્યો છે. આ વૃદ્ધિ દર પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળાના 5.6 ટકાના વિકાસ દર કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ GDP વૃદ્ધિ દરને સરકારની વિકાસલક્ષી નીતિઓની સફળતા દર્શાવતો ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું:"આ GDP વૃદ્ધિ દર આપણી સરકારની વિકાસલક્ષી નીતિઓની અસર દર્શાવે છે. આ આપણા લોકોની મહેનત અને ઉદ્યોગસાહસિકતાને પણ દર્શાવે છે. અમારી સરકાર સુધારાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખશે અને દરેક નાગરિક માટે જીવન સરળ બનાવવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે."કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલએ જણાવ્યું હતું કે અર્થતંત્રનું આ મજબૂત પ્રદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની નીતિ સ્થિરતા અને સાતત્યનું પરિણામ છે, જે લાંબા ગાળાના સ્થિરતા અને વિકાસને પ્રોત્સાહન આપી રહી છે.
આ મજબૂત પ્રદર્શનના કારણે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં વૃદ્ધિ દર 8 ટકા પર પહોંચી ગયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 6.1 ટકા હતો. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશનો નોમિનલ જીડીપી ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર સમયગાળામાં 8.7 ટકાના દરે વધ્યો હતો.સરકારી નિવેદન અનુસાર, વાસ્તવિક GDP વૃદ્ધિ દર આઠ ટકાથી વધુ થવા પાછળ ગૌણ (Secondary) અને તૃતીય (Tertiary) ક્ષેત્રોનું મજબૂત પ્રદર્શન જવાબદાર છે.નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરમાં ક્ષેત્રીય વૃદ્ધિ દર આ મુજબ રહ્યો હતો.તૃતીય ક્ષેત્ર: 9.2 ટકાના દરે વધ્યું. (જેમાં નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓ 10.2 ટકાના દરે વધ્યા).ગૌણ ક્ષેત્ર: 8.1ટકાના દરે વધ્યું.ઉત્પાદન ક્ષેત્ર (Manufacturing): 9.1 ટકાના દરે વધ્યું.બાંધકામ (Construction): 7.2 ટકાના દરે વધ્યું.
