Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ

Live TV

X
  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ સહિતના તમામ પક્ષો અને અપક્ષ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે.  બુધવારે ભાજપના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ શિવગાવથી ઉમેદવારી નોંધાવી છે. તો કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદીયુરપ્પાના પુત્ર વી. વાય. વિજયેન્દ્રએ શીકારીપુરથી ઉમેદવારી નોંધાવી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજે ઉમેદવારી નોંધાવતા પૂર્વે એક મોટો રોડ શો યોજ્યો હતો.તો કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વરુણામાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

    ગત મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની અંતિમ યાદીને જાહેર કરીને પાંચ ઉમેદવારોની ટિકિટ નક્કી કરી છે. મેગુલુરું સિટી નોર્થથી ઈનાયત અલીને, રાયચુરથી મોહમદ સલામ, સીડલઘટાથી વીવી રાજીવ ગૌડા, સી.વી. રામનનગરથી એસ. આનંદકુમાર અને અર્કલા ગુડથી એચ. પી, શ્રીધર ગૌડાને ટિકિટ આપી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પક્ષના ચૂંટણી પ્રચારનું સુકાન સંભાળવા તૈયાર બન્યા છે. જયારે રાજસ્થાનમાં ચાલી રહેલા આંતરિક વિવાદને લઈને કોંગ્રેસના મોવડીમંડળ દ્વારા સચિન પાયલટને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારથી દૂર રાખ્યા છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply